tutti jowi hati mari haweli - Ghazals | RekhtaGujarati

તૂટતી જોવી હતી મારી હવેલી

tutti jowi hati mari haweli

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
તૂટતી જોવી હતી મારી હવેલી
મુકુલ ચોક્સી

તૂટતી જોવી હતી મારી હવેલી? – યાદ છે?

કે પછી અમથી જ તેં ચિઠ્ઠી લખેલી – યાદ છે?

તારી એકલતાની સરહદ વિસ્તરેલી – યાદ છે?

એક દિ’ એ મારી ગઝલોને અડેલી – યાદ છે?

વાત, જે કેવળ પ્રતિબિમ્બને કરાતી હોય છે.

એ જ વાતો તેં બીજા કોને કરેલી? – યાદ છે?

મારી આ દાઢી વધેલી એ તો સૌ જાણે જ છે,

તારી પણ થોડી ઘણી આંખો સૂઝેલી – યાદ છે?

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001