અહીં જન્મતાંવેંત સિક્કો મળે છેઅહીં ગળથૂથી ઝેરથી ખદબદે છે
ઘૃણાથી મને જોઈને જાનાર, અહીં આવ,દૃષ્ટિથી હું દૃષ્ટિને કરું પ્યાર, અહીં આવ.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું?એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
અહીં જેના ચ્હેરે બુકાની હતી,અમે એની હર વાત માની હતી.
નથી ત્યાં તું હું જાણું છું, અને તું હોય જો તો પણ તને હું વ્હેમ સમજીને અહીં પાછો ફરેલો છું,મકાનોમાં એ ગલિઓમાં જે ખાલી કલ્પનામાં છે, હું એમાં ખૂબ રખડીને અહીં પાછો ફરેલો છું.
અહીં આંસુઓ છે, અહીં છે ખુશાલી,વિરહ છે, મિલન છે, અહીં જિંદગી છે;
બધાની કબર એકસરખી અહીંઅહીં કોઈ મોટો કે નાનો નથી
અહીં શણગાર મૂક્યો છે, અહીં એકતાર મૂક્યો છે;સજનવા! સૂર સાથે જોખમી વ્યવહાર મૂક્યો છે!
કોઈનું દર્શન અહીં એથી નથી આગળ ગયું,છે અહીં ચર્ચા બધી - નશ્વરથી તે ઈશ્વર સુધી.
દરદમાં અહીં છે અનોખી મઝા,તુંયે તારી આંખોને આંસુથી ધો.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,સાવ ખામોશી અહીં રાખી ગયાં.
શક્ય છે કે એક દરિયો પણ અહીં આંસુ બને,કોઈનો કાગળ અહીં વરસે ને ચોમાસું બને.
સદાકાળ કોને સુખી અહીં થવું છે?ઋતુઓને હું ડાળની જેમ માણું.
હરણને ખરી ક્યાં ખબર હોય છે,અહીં ઝાંઝવાંનાં નગર હોય છે.
મળ્યો ખૂબ ઊંડેથી નહિવત્ ખુલાસો,અહીં યુગનું હોવું પળ થઈ ગયું છે.
ન બાંધો લીલાં તોરણો બારણે મુજ,જીવનમાં અહીં તો સદા પાનખર છે.
સજ્જડ કમાડ જેમ ટકોરાય સૌ અહીં,કૈં પણ સુણે ન કોઈ પુકારોના શ્હેરમાં!
મરનારનાંય જૂથ જુદાં હોય છે અહીં,'બેફામ' એટલે તો કબર ફરતી વાડ છે.
એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે.એક(ધીમેથી) ‘અહીં એકાન્ત જાણે ઘૂઘવે છે!
ભૂલીને કર્મનો સિદ્ધાંત બસ ઉપદેશ દેવાને;અહીં ધૂણી ધખાવીને તમે બેસી ગયા કે શું!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.