pharii vishva baariik padal thaii gayu chhe - Ghazals | RekhtaGujarati

ફરી વિશ્વ બારીક પડળ થઈ ગયું છે

pharii vishva baariik padal thaii gayu chhe

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
ફરી વિશ્વ બારીક પડળ થઈ ગયું છે
જયેન્દ્ર શેખડીવાળા

ફરી વિશ્વ બારીક પડળ થઈ ગયું છે,

અને દૃશ્ય સઘળું અકળ થઈ ગયું છે.

મળ્યો ખૂબ ઊંડેથી નહિવત્ ખુલાસો,

અહીં યુગનું હોવું પળ થઈ ગયું છે.

ભલે છિછરી હોય ક્ષણની સપાટી,

વલણ ઝંખનાનું અતળ થઈ ગયું છે.

ગણાયો છું નાયક હું વિભ્રમકથાનો,

અને તારું હોવું સફળ થઈ ગયું છે.

પ્રવેશી જવું તેજની સરહદોમાં,

હવે શ્વાસ વિના સરળ થઈ ગયું છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1976 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ