અરીસામાં નહિ, મારી આંખોમાં જો
ariisaamaan nahi, maarii aankhomaan jo
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru

અરીસામાં નહિ, મારી આંખોમાં જો,
તું છો એનાં કરતાંયે રૂપાળી છો.
અમે એક પળમાં ગુમાવ્યું હતું!
એ રીતે જ તારું હૃદય તુંયે ખો.
પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,
કિનારો તજી દે, નહીં રાખ ભો.
દરદમાં અહીં છે અનોખી મઝા,
તુંયે તારી આંખોને આંસુથી ધો.
તને તો જ ભાષા ઊકલશે હવે,
તુંયે મારી જેમ જ પ્રણયમગ્ન હો.



સ્રોત
- પુસ્તક : તું બરફની મીણબત્તી (પૃષ્ઠ ક્રમાંક 39)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ - મંગલ પ્રકાશન
- વર્ષ : 2003