
અહીં જેના ચ્હેરે બુકાની હતી,
અમે એની હર વાત માની હતી.
તમે મારી યાદોમાં જાગ્યા હતા,
એ કિસ્સો હતો કે કહાની હતી!
અમે જિન્દગીભર ન પામ્યા કશું,
ચલો એ જ મરજી ખુદાની હતી!
સદી કોઈને કોઈને ના સદી,
નહિતર આ દુનિયા બધાની હતી.
ખલીલ, આજ ખેતરના રસ્તે મને
મળી'તી એ મારી જુવાની હતી.
ahin jena chhere bukani hati,
ame eni har wat mani hati
tame mari yadoman jagya hata,
e kisso hato ke kahani hati!
ame jindgibhar na pamya kashun,
chalo e ja marji khudani hati!
sadi koine koine na sadi,
nahitar aa duniya badhani hati
khalil, aaj khetarna raste mane
maliti e mari juwani hati
ahin jena chhere bukani hati,
ame eni har wat mani hati
tame mari yadoman jagya hata,
e kisso hato ke kahani hati!
ame jindgibhar na pamya kashun,
chalo e ja marji khudani hati!
sadi koine koine na sadi,
nahitar aa duniya badhani hati
khalil, aaj khetarna raste mane
maliti e mari juwani hati



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 125)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000