Aavkaro Aa Zaran Pami Gaya - Ghazals | RekhtaGujarati

આવકારો આ ઝરણ પામી ગયાં

Aavkaro Aa Zaran Pami Gaya

રાવજી પટેલ રાવજી પટેલ
આવકારો આ ઝરણ પામી ગયાં
રાવજી પટેલ

આવકારો ઝરણ પામી ગયાં

પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.

લો, ચલો ઊઠો અભાગી ચરણ

ક્યાંક મંઝિલ ધારશે - થાકી ગયાં.

રણ, તને કેવી મળી છે પ્રેયસી?

ઉમ્રભરની જે તરસ આપી ગયાં.

આવતાં’તાં હર વખત તોફાન લઈ,

સાવ ખામોશી અહીં રાખી ગયાં.

આવનારા કોઈ નવતર માફ કર

આવનારાં જે હતાં આવી ગયાં.

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ