badhun manmaan dabaviine tame besii gayaa ke shun - Ghazals | RekhtaGujarati

બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું

badhun manmaan dabaviine tame besii gayaa ke shun

ભાર્ગવ ઠાકર ભાર્ગવ ઠાકર
બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું
ભાર્ગવ ઠાકર

બધું મનમાં દબાવીને તમે બેસી ગયા કે શું!

ફરી ગરદન ઝુકાવીને તમે બેસી ગયા કે શું!

હવે તો શંખ ફૂંકો, જંગ છે અસ્તિત્વ માટેનો

અરે બાંયો ચઢાવીને તમે બેસી ગયા કે શું!

કલમ ઊંચકી શકો છો તો સુદર્શન પણ કરો ધારણ

બધા શસ્ત્રો છુપાવીને તમે બેસી ગયા કે શું!

ભૂલીને કર્મનો સિદ્ધાંત બસ ઉપદેશ દેવાને;

અહીં ધૂણી ધખાવીને તમે બેસી ગયા કે શું!

કર્યો છે પ્રેમ તો સ્વીકારવાની પણ કરો હિમ્મત

નર્યાં સપનાં સજાવીને તમે બેસી ગયાં કે શું!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ