અમારા તડપવાનું કારણ સ્મરણ છેઅને રોજ મરવાનું કારણ સ્મરણ છે.
સમયનો સૂર્ય આથમતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.અને હું ઘર તરફ વળતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.
સ્મરણ લીલું કપૂરી પાન જેવુંહવામાં ચોતરફ લોબાન જેવું
ભેજ આંખોમાં લઈને આવનારાં ઓ સ્મરણ!સ્હેજ તો સમજો તમે, બે આંખના સંતાપને
તમે જ યાદ અપાવ્યાં મને સ્મરણ જૂનાં,ફરી એ વાત પુરાણી તમે કહો તો કહું.
તારું પાક સ્મરણ હો કાયમપલકારા- ધબકારા વચ્ચે.
ગોમુખી, ટેરવાં, જાગરણ ને સ્મરણ,રામને ચોપડે આપણી આ વણજ;
ઉઝરડા ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું?મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : 'સ્મરણ એકબે'
તું નગદ લેખીને સંઘરતો નહીંછે સ્મરણ? તો નાણી જોવું જોઈએ.
સ્મરણ તારી જુલ્ફો તણું ભૂલવામાં,મને શ્યામ વાદળ ઘટા સાથ દેશે.
બોલો હે અંધકાર! અજંપાની રાતના,કોને સ્મરણ હું સૂર્ય બની તરવર્યા કરું?
મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું,ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં,એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં?
જાવ, પડછાયા વગરનાં સૌ સ્મરણ પાછાં વળોઆપની હલચલ મને આજેય ચોંકાવી શકે.
અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું?હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું!
ગાઈ-બજાવી દિલથી એનું સ્મરણ કર્યે પણ,ભુલાય વેદના તો પળભર ભુલાવવી છે.
વાવે કદાચ કોઈ તો ઊગે અહીં સ્મરણ,પાડી દઈને ચાસ અમે ઘર તરફ વળ્યાં.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફકાલે ફરી બરફના સૂરજ ઊગશે રે લોલ
મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં!એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે
ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે?કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.