jiwan marun! maran marun! - Ghazals | RekhtaGujarati

જીવન મારું! મરણ મારું!

jiwan marun! maran marun!

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
જીવન મારું! મરણ મારું!
શૂન્ય પાલનપુરી

જગતનાં અંત–આદિ બેઉ શોધે છે શરણ મારું!

હવે શું જોઈએ મારે?

જીવન મારું! મરણ મારું!

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું?

હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું!

અગર ના ડૂબતે ગ્લાનિમહીં મજબૂર માનવતા!

કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું!

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો!

નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું!

કહી દો સાફ ઈશ્વરને કે છંછેડે નહીં મુજને!

નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું.

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ,

નથી રામ કોઈમાં, કરી જાએ હરણ મારું!

રડું છું કેમ ફૂલો પર?

હસું છું કેમ ઝાકળ પર?

ચમન–ઘેલા નહીં સમજે કદાપી આચરણ મારું.

હું નામે શૂન્ય છું ને શૂન્ય રહેવાના પરિણામે,

ખસેડી તો જુઓ દૃષ્ટિ ઉપરથી આવરણ મારું!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982