રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅજંપો પર ગઝલો
અસ્વસ્થતા. જંપ એટલે
નિરાંત હોવી. અજંપો એટલે નિરાંત ન હોવી. બેચેની કે અસ્વસ્થતા અનુભવવું. અશાંતિ અનુભવવી. ચિતા કે ઉચાટ થવું. વિરહ કે વિયોગકેન્દ્રી કવિતાઓમાં આ ભાવના હોવાની શક્યતા વધુ. કથામાં પાત્ર અજંપ હોય અને સ્વસ્થતા મેળવવા એ જે કરી છૂટે તેનાથી કથાનો પિંડ બને. જેમ કે પન્નાલાલ પટેલની ‘વાત્રકને કાંઠે’ વાર્તામાં નવલ, એના બે પતિ, માસા અને માસી એમ પાંચ પાત્રો છે અને પાંચેને જુદા જુદા પ્રકારનો અજંપો છે! માસા–માસીનો અજંપો અહીં ગૌણ છે, પણ નવલ અને એના બંને પતિઓનો અજંપો વાર્તા રચે છે.