amara tadapvanu karan smaran chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમારા તડપવાનું કારણ સ્મરણ છે

amara tadapvanu karan smaran chhe

પ્રમોદ અહિરે પ્રમોદ અહિરે
અમારા તડપવાનું કારણ સ્મરણ છે
પ્રમોદ અહિરે

અમારા તડપવાનું કારણ સ્મરણ છે

અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવું કશું જિંદગીમાં,

અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો’તો; બન્યું રણ,

હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધું સર્વસામાન્ય છે ગલીમાં,

છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,

ઘણાંનું લખવાનું કારણ સ્મરણ છે.

સ્રોત

  • પુસ્તક : પ્રિયે! તું અહીંથી જવાની... (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : પ્રમોદ અહિરે
  • પ્રકાશક : સાહિત્ય સંકુલ
  • વર્ષ : 2003