રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકોઈ બોલાવે નહીં ને તોય એ આવી શકે
એ મને સાથે જવા છેવટમાં સમજાવી શકે.
એની હરકત પર હજારો વાર ગુસ્સે થાઉં છું
કોઈ એવું છે - જે એને રૂબરૂ લાવી શકે?
જાવ, પડછાયા વગરનાં સૌ સ્મરણ પાછાં વળો
આપની હલચલ મને આજેય ચોંકાવી શકે.
એક ઇચ્છા ને હિમાલય પ્હાડ કાળો થાય છે
ચિત્ત! તારું શું ગજું કે એને ધોળાવી શકે?
બીક લાગે એટલો ‘ઇર્શાદ’નો છે દબદબો
કોણ એને શી રીતે ક્યારેય ધમકાવી શકે?
koi bolawe nahin ne toy e aawi shake
e mane sathe jawa chhewatman samjawi shake
eni harkat par hajaro war gusse thaun chhun
koi ewun chhe je ene rubaru lawi shake?
jaw, paDchhaya wagarnan sau smran pachhan walo
apni halchal mane aajey chonkawi shake
ek ichchha ne himalay phaD kalo thay chhe
chitt! tarun shun gajun ke ene dholawi shake?
beek lage etlo ‘irshad’no chhe dabadbo
kon ene shi rite kyarey dhamkawi shake?

સ્રોત
- પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 166)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012