chhoDine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અવાય તો હવે આવ, સાવ છોડીને;

હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને.

અનેક વાર તૂટ્યો એનું એક કારણ આ,

મળ્યો ક્યાંય અરીસો સ્વભાવ છોડીને.

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,

જઈ શકાતું નથી પણ તળાવ છોડીને.

ફરી જનમવું પડશે વાત નક્કી છે,

કહ્યું તે અંત સમયમાં : ‘ન જાવ છોડીને.’

ઉદાસી, આંસુઓ, પીડા, સ્મરણ અલગ ક્યાં છે?

કુટુંબ એક છે ના જાય ઘાવ છોડીને.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2014 (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન