ઊંચકી બચપણ - યુવાનીનાં સ્મરણ બેસી રહ્યાં,
સાંજ લંબાતી ગઈ ને બેઉં જણ બેસી રહ્યાં.
કે પવન આવે હલે ડાળી ને ખરવાનું બને,
કઈ હદે? કઈ આશમાં? પીળાં પરણ બેસી રહ્યાં.
પ્હોંચવું જો હોય તો ક્યાં કૈં જ પણ આઘું હતું,
શુંય ઘૂંટાતું રહ્યું ભીતર? ચરણ બેસી રહ્યા.
આવતાં'તાં આંખને તો રોજ અંધારાં છતાં,
ખૂબ મોંઘી ઊજળી લઈ એક ક્ષણ બેસી રહ્યાં.
પુત્ર ઓચિંતો કદી આવી જશે પરદેશથી,
કોઈ પણ સાંજે ન નીકળ્યા ક્યાંય પણ, બેસી રહ્યાં.
unchki bachpan yuwaninan smran besi rahyan,
sanj lambati gai ne beun jan besi rahyan
ke pawan aawe hale Dali ne kharwanun bane,
kai hade? kai ashman? pilan paran besi rahyan
phonchawun jo hoy to kyan kain ja pan aghun hatun,
shunya ghuntatun rahyun bhitar? charan besi rahya
awtantan ankhne to roj andharan chhatan,
khoob monghi ujli lai ek kshan besi rahyan
putr ochinto kadi aawi jashe pardeshthi,
koi pan sanje na nikalya kyanya pan, besi rahyan

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2009 (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : રાજેશ પંડ્યા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2012