વાદળ વિશે કશુંય હું ધારી શકું નહીં,વરસાદથી વિશેષ વિચારી શકું નહીં.
તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને;અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને.
સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છેભીંજવવા દૂરથી આવે નજીક વાદળ તો વાદળ છે
ને ગગનમાં એક પણ વાદળ નથી.સાંત્વન માટે અહીં મૃગજળ નથી
એજ વાદળ જોઈએ મારે ખલીલ!જે સતત વરસે અને ગાજે નહિ.
છે હજી તો વાર ખૂબ વરસાદની,પત્ર કોની યાદમાં વાદળ થયો?
વાદળ, વૃક્ષો, પંખી, કીટક ને રંગબેરંગી દુનિયા,રંગબેરંગી સઘળાં સર્જન જાનીવાલીપીનાલા.
સ્મરણ તારી જુલ્ફો તણું ભૂલવામાં,મને શ્યામ વાદળ ઘટા સાથ દેશે.
અટકી રહી છે આંખ દિલાસાની આશમાં,વાદળ ભમી રહ્યાં છે વરસવાની આશમાં.
નથી દૂત થાતું હવે કોઈ વાદળ,અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે!
તળેટીથી ટૂંકો લગ ખેલતું વાદળ પવન સંગે,નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે,
મારા ઉપર છે કાલના વરસાદનો મદાર.વાદળ નથી વૈશાખનો હું ધોમ તાપ છું!
વાદળ વચ્ચે મેઘધનુષનું ક્ષણભર માટે ચિત્ર હશે,એ જીવનની ફિલસૂફી સુંદર રીતે સમજાવે છે.
ધુમ્મસ બની અમે તો ધરા પર રહી ગયા,વાદળ બની કદીય ગગનમાં ચડ્યા નહીં.
તું કરે ફરિયાદ આ ઝરમર તણીતું જ છો વાદળ તને હું શું કહું
મને રણ મળ્યું તમારું ન મળ્યાં તમારાં વાદળન શીતળ અડ્યા ત્વચાને હવે હાડોહાડ બળજો.
વરસ–વરસ હવે વાદળ! તું ધોધમાર વરસ,બળે છે આગ હૃદયમાં, મને તું ઠાર, વરસ!
શ્રાવણ-ભાદરવા કેરી, હે રાહ નીરખનારા વાદળ!ઋતુ મારા નૈનનની ગમી છે, એ શ્રાવણ-ભાદરવાને!
વિસ્મયી વાદળ ઉડાડે ઘેનના ગોટા સજનવાકોણ પરવા રાખે એ સાચા છે કે ખોટા સજનવા
તારો રંગ કૃષ્ણ છે, એનું ન માન તું,વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.