tane jewun game ewun jara wadal paherine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને

tane jewun game ewun jara wadal paherine

અનિલ ચાવડા અનિલ ચાવડા
તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને
અનિલ ચાવડા

તને જેવું ગમે એવું જરા વાદળ પહેરીને;

અમે જો આવશું તો પણ કલમ કાગળ પહેરીને.

પરોઢે સૂર્યના હોવા સમય બોલાવ તું કાયમ,

પછી કઈ રીતથી આવી શકું ઝાકળ પહેરીને.

સમયને પ્હેરવો સ્હેલો નથી, પણ આદતોનું શું?

અમે જો જીવશું તો જીવશું સૌ પળ પહેરીને.

વહેવું એટલે શું અર્થ સમજાયો હવે થોડો,

યુગોથી તું મારામાં વહે છે જળ પહેરીને.

ખબર પણ ના પડે રીતથી ધીમે રહીને હું

પ્રવેશી જાઉં તારી આંખમાં કાજળ પહેરીને.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012