રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવાદળ વિશે કશુંય હું ધારી શકું નહીં
wadal wishe kashunya hun dhari shakun nahin
વાદળ વિશે કશુંય હું ધારી શકું નહીં,
વરસાદથી વિશેષ વિચારી શકું નહીં.
જૂની પળોનું ચિત્ર તો દોરી શકાય પણ –
દોર્યા પછી એને હું મઠારી શકું નહીં.
તારા સ્મરણથી માત્ર હું ઝળહળ થઈ શકું,
તારા સ્મરણનું તેજ વધારી શકું નહીં.
રેખા ભલે ને હાથમાં દર્પણ સમી હતી,
ચ્હેરો છતાં સમયનો નિખારી શકું નહીં.
હું જાતમાં વિહરતો હતો ગીત ગાઈને,
પંખીની જેમ પાંખ પ્રસારી શકું નહીં.
wadal wishe kashunya hun dhari shakun nahin,
warsadthi wishesh wichari shakun nahin
juni palonun chitr to dori shakay pan –
dorya pachhi ene hun mathari shakun nahin
tara smaranthi matr hun jhalhal thai shakun,
tara smarananun tej wadhari shakun nahin
rekha bhale ne hathman darpan sami hati,
chhero chhatan samayno nikhari shakun nahin
hun jatman wiharto hato geet gaine,
pankhini jem pankh prasari shakun nahin

સ્રોત
- પુસ્તક : સાંસોટ (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : દર્શક આચાર્ય
- પ્રકાશક : વિશ્વગાથા
- વર્ષ : 2021