satat aghun khasine chhetre mrigjal to mrigjal chhe - Ghazals | RekhtaGujarati

સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છે

satat aghun khasine chhetre mrigjal to mrigjal chhe

હર્ષવી પટેલ હર્ષવી પટેલ
સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છે
હર્ષવી પટેલ

સતત આઘું ખસીને છેતરે મૃગજળ તો મૃગજળ છે

ભીંજવવા દૂરથી આવે નજીક વાદળ તો વાદળ છે

ભલેને હોય કાંટાળો કશેક લઈ જાય છે રસ્તો

ભલે ને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે

ઘણી ઊંડી છે નિસ્બત આંસુને બે આંખ સાથેની

ઉપરછલ્લું છે, રેલાઈ જશે કાજળ તો કાજળ છે

મળે ઈ-મેલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા

મજાની મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે

રહી પાછળ અમે જોયો દુનિયાનો ખરો ચહેરો

ભલેને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ