dekhay tun na kyanya ne hun drishyaman chhun - Ghazals | RekhtaGujarati

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું

dekhay tun na kyanya ne hun drishyaman chhun

વિવેક કાણે વિવેક કાણે
દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું
વિવેક કાણે

દેખાય તું ક્યાંય ને હું દૃશ્યમાન છું,

તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું.

જોટો મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,

તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝુમરામાં બધ્ય કોઈ વિલબિંત ખ્યાલ તું,

હું મારવામાં બધ્ય કોઈ બોલતાન ખ્યાલ છું

તારો રંગ કૃષ્ણ છે, એનું માન તું,

વાદળ સમાન હું સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યામાના સૃષ્ટિનાં કણકણમાં હોય તો,

હું પણ ‘સહજ’ બે કણોની દરમિયાન છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1999 (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2000