ahin to badhaamaan sisiphas vase chhe - Ghazals | RekhtaGujarati

અહીંતો બધામાં સિસિફસ વસે છે

ahin to badhaamaan sisiphas vase chhe

હરેશ 'તથાગત' હરેશ 'તથાગત'
અહીંતો બધામાં સિસિફસ વસે છે
હરેશ 'તથાગત'

અહીં તો બધામાં સિસિફસ વસે છે,

જુદા શાપવશ સૌ શિલા ઊંચકે છે!

નથી દૂત થાતું હવે કોઈ વાદળ,

અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે!

અહલ્યા બની ગઈ બધી લાગણીઓ,

કહો કોઈને રામ નજરે ચડે છે?

દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ-

જુએ છે બધું, કાંઈપણ કયાં કહે છે?

સ્રોત

  • પુસ્તક : મારી પ્રિય ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : અઝીઝ ટંકારવી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2003