સાચું કહેતા આટલો શાને ડરે છે,માફ કરવું છે અલગ, તું છાવરે છે.
ભર્યા છે જ્ઞાનધન ભાથાં, ઝુકાવે શાહ પણ માથાં,જગતનો ગમ સદા ખાતાં, ગમીને જ્યાં રજા દેવી. ૯
નથી જાણ કે હાથ કોનો અડ્યો છે,સમયના શરીરે ઘસરકો પડ્યો છે.
કંઈક વિફળતા, કંઈક મુસીબત, એક ગઝલ;રાખે છે આ કેવી સોબત એક ગઝલ.
છે ઉમર લાંબી છતાં વર્ષો નિયત ક, ખ, કે ગ,માંડ એમાં થઈ સરસ ક્ષણ હસ્તગત ક, ખ, કે ગ.
કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી ક્યાંથી વડવાઈ બને?ભલભલા વટવૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને!
એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?એક સપનું : એક પથ્થરઃ લાખ ટુકડા કાચના.
ભેખડોને તોડતી આગળ વધે ને એ નદી!ને એક અમથી કાંકરીથી થરથરેને એ નદી!
આ કુદરતને રંગબિરંગી કવિતા લખવી ફાવે છે,ધરતીના લીલા કાગળ પર ઝાડ કશું ટપકાવે છે!
ગમે તે થાય પણ અશ્રુવહનને રોકવું પડશે,વ્યથાઓ વ્યક્ત કરવાને બીજું કંઈ ગોતવું પડશે.
વાતાવરણ ગુલાબી, મજાનો સમય હતો,અફસોસ કે એ મારા જવાનો સમય હતો!
જિંદગીનો એટલો બસ સાર હોવો જોઈએ,જ્યાં સુધી જીવું છું તારો સાથ હોવો જોઈએ.
વિચારો નિરંકુશ જવા આવવા દે,અજાણી દિશાથી હવા આવવા દે.
રસ્તે રસ્તે શઠ ઊભા છે,મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
મળ્યું છે લાગણીનું નોખું જે સરવર, ત્યજી દઈએ?અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે, એવું ઘર ત્યજી દઈએ!
આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ,બેઉ કાં સરખું વિચારે એ વિષે વિસ્મિત છીએ.
સુખદુઃખ છે મનની પાટીએ, જગ્યા જરાય નહિ,ભૂંસ્યા વગર તો એક પણ પંક્તિ લખાય નહિ.
રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી.સૂર્ય એવો તો નથી મોંફાટ, પણ ઓછો નથી.
જરા ખુશબૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું.હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.
આકાશથી વિશેષ શિખર પર કશું નથી,તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.