એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?
એક સપનું : એક પથ્થરઃ લાખ ટુકડા કાચના.
સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;
ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.
ધૂળિયો રસ્તો, ખભા પર શેરડીની ગાંસડી,
ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના.
છે ઘણો નાનો તફાવત, માત્ર દૃષ્ટિકોણનો;
રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના.
રાહ તારી જોઉં છું દર્પણના સીમાડા ઉપર,
આવવા તો ક્યાં દે અંદર લાખ ટુકડા કાચના.
શક્ય છે બે યુગની વચ્ચેના સુલભ એકાંતમાં..
બેસી ગણતો હોય ઈશ્વર લાખ ટુકડા કાચના.
કંઈક વસ્તુઓ ફક્ત દેખાવથી બનતી નથી.
ક્યાં રચી શકતા સમંદર લાખ ટુકડા કાચના?
જિંદગીને સ્થિર કશો આકાર કઈ રીતે મળે?
સ્થાન બદલે છે નિરંતર લાખ ટુકડા કાચના.
etla to kyan chhe dushkar lakh tukDa kachna?
ek sapanun ha ek paththar lakh tukDa kachna
shej bhinun shyam ambar, lakh tukDa kachna;
ghasman weray akhar, lakh tukDa kachna
dhuliyo rasto, khabha par sherDini gansDi,
Dubto suraj, twacha par lakh tukDa kachna
chhe ghano nano taphawat, matr drishtikonno;
ratnna Dhagla barabar lakh tukDa kachna
rah tari joun chhun darpanna simaDa upar,
awwa to kyan de andar lakh tukDa kachna
shakya chhe be yugni wachchena sulabh ekantman
besi ganto hoy ishwar lakh tukDa kachna
kanik wastuo phakt dekhawthi banti nathi
kyan rachi shakta samandar lakh tukDa kachna?
jindgine sthir kasho akar kai rite male?
sthan badle chhe nirantar lakh tukDa kachna

સ્રોત
- પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 186)
- સંપાદક : દીપક મહેતા
- પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
- વર્ષ : 2008