Famous Gujarati Ghazals on Paththar | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પથ્થર પર ગઝલો

જમીનમાંથી મળતા નક્કર

પદાર્થના ટુકડા, જે ઘરથી માંડીને રસ્તાઓના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. લોકભાષામાં અને સાહિત્યમાં પથ્થરને અડચણ તરીકે જોવાય છે. કારણ કે, પથ્થર બહુધા રસ્તામાં હોય છે અને એનાથી ઠોકર લાગતી હોય છે. પથ્થરના આ સંદર્ભની વહેવારમાં વધુ નોંધ લેવાઈ છે. પથ્થરના જડપણા પરથી રૂઢિપ્રયોગ બન્યો છે : પથ્થર ઉપર પાણી. ખૂબ સમજાવ્યા છતાં જ્યારે સામેવાળી વ્યક્તિ સમજદારી ન દાખવે ત્યારે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે. ગ્રામ્યસંસ્કૃતિમાં મંદિરોની નાની આવૃત્તિ જેવા દેવલાં બહુ સહજ છે. પીપળો કે વડના ઝાડ હેઠળ લાકડાની દાંડીઓ અને ઘાટીલા પથ્થર ખોડી, એના પર લાલ રંગનું કપડું વીંટી મૂર્તિના વિકલ્પે પૂજવામાં આવે છે. આ પ્રથા પરથી કવિ અખાએ છપ્પો લખ્યો છે : એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ..’ આમ, પથ્થર અડચણથી માંડીને દેવસ્થાન સુધી ફેલાયો છે.

.....વધુ વાંચો