raste raste shath ubha chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રસ્તે રસ્તે શઠ ઊભા છે

raste raste shath ubha chhe

હેમેન શાહ હેમેન શાહ
રસ્તે રસ્તે શઠ ઊભા છે
હેમેન શાહ

રસ્તે રસ્તે શઠ ઊભા છે,

મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.

પાણી લઈને હઠ, ઊભાં છે;

ખેતર સૂકાંભઠ ઊભાં છે.

કાચાં, લીલાં પાન ખરે છે,

ઠૂંઠાં સાવ જરઠ ઊભાં છે.

કોઈ ફરકતું ચકલું ક્યાં છે?

લોકો હકડેઠઠ ઊભા છે.

પ્રશ્ન હજી તો એક ઊકલ્યો,

ત્રણસો ને ચોસઠ ઊભા છે.

સ્રોત

  • પુસ્તક : લાખ ટુકડા કાચના (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1998