અર્પણ કરીને એક ઇતર છીનવી લીધું,આપી દીધું શરીર ભીતર છીનવી લીધું.
પતંગાએ તો પળભરમાં બળી ઠારી લીધું હૈયું;બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી.
હું અમર, આ પળ અમર, જીવી લીધુંકાળ છૂટ્યો, એ જ પળ મરવું ગયું
બે ચાર ફૂલ છે, છતાં મારી પસંદગી,આખું ચમન સજાવી લીધું ફૂલછાબમાં.
માની લીધું કે પ્રેમની કોઇ દવા નથી,જીવનના દર્દની તો કોઈ સારવાર દે.
જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.
સાવ સીધી વાત છે તારા સવાલોની વ્યથાએક ઊંડું દર્દ જે વ્હોરી લીધું છે આપણું.
જગતને એમ લાગ્યું કે નજર નીચી કરી લીધીનવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને
મેં પણ નયનનું કામ શ્રવણથી લીધું હતું,નીરખું તને તે પહેલાં તો હૃદયે વસી હતી.
જોઈ લીધું છે, ડોકિયું દર્પણમાં મેં કરીમારી ય છે બિછાત આ ચશ્માંના કાચ પર
અહીં લીધું છે શું કોનું, શું કોને આપવું પાછું?હિસાબો રાખવામાં જો જીવનની શી દશા થઈ ગઈ!
મેં મારા દિલ તરફ નાંખી નજર મનમાં હસી લીધું;મને દેતાં હતાં જ્યારે એ એના ઘરનું સરનામું!
મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો,જે શક્તિ હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.