aap chagyo aradh - Ghazals | RekhtaGujarati

આપ ચગ્યો આરાધ

aap chagyo aradh

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
આપ ચગ્યો આરાધ
રાજેન્દ્ર શુક્લ

એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,

સબદ સાંસ સંગત બડી, સાધ સકે તો સાધ.

જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,

મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.

નિરખ નિરખ નેણાં ઠરે, હલે ચલે અબ કોણ,

આજુબાજુ ઊછળે ઝળહળ જોત અગાધ.

કોણ જનમરો તપ ફળ્યો, કોણ જનમરો જાપ,

આપ પ્રકાસ્યો આપલગ, આપ ચગ્યો આરાધ.

આપે તોરણ બાંધિયો, આપ ઉઘાર્યો દ્વાર,

આપે ચાલી આવિયો, આપ કટ્યો અપરાધ.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999