રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
નળ-દમયંતી-સંવાદ
nal damyanti sanwad
પુરુરાજ જોષી
Pururaj Joshi
દમયંતી :
ટહુકાતું તારું નામ મેં સુણ્યું’તું જે ક્ષણે,
મારું હૃદય મારું મટી, તારું બન્યું હતું.
નળ :
મેં પણ નયનનું કામ શ્રવણથી લીધું હતું,
નીરખું તને તે પહેલાં તો હૃદયે વસી હતી.
દમયંતી :
સંજીવની ન’તી હતી રેખા કલંકની
મત્સ્યો મરેલાં તેથી તો જીવતાં થયાં હતાં.
નળ :
એક જ હતું વસન એ ઉપાડી ઊડી ગઈ
ઇચ્છાએ મને ભરબપ્પોરે નિર્વસન કર્યો.
દમયંતી :
શંકાની ધાર વ્હાલને વિચ્છેદતી રહી,
નહીંતર ઘણી નિકટતા હતી એક વસ્ત્રમાં.
નળ :
છરી શી ધારદાસ પ્રતીતિ થઈ મને
ચીર્યું તે વસ્ત્ર ના હતું મારી ત્વચા હતી
સ્રોત
- પુસ્તક : સમીપે (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર
- પ્રકાશક : સંવાદ પ્રકાશન
- વર્ષ : 2020