પાંખ—પાંખમાંમૌન ધ્રૂજતું ભીનું
દરવખત કંઈ આંખથી જોવાય છે, એવું નથી;જો હશે ભીનું હૃદય, ભીનું જ દેખાશે તને.
માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.
ભીનું જેવું સંકેલાયું,ગંગાજળના ડાઘા જોયા!
ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો;મન ભીનું-ભીનું જલતું'તું, એ આતશનો આધાર હતો.
ભીતર ભીનું સંકેલો, ત્યાંઆંખોમાંથી પડમાં આવે
ઘાસમાં, ચાસમાં ખાઈ લઉં એક-બે લીલાં ગોઠીમડાં;બાળપણનું થશે ભીનું બાળોતિયું - ગામ આવી ગયું.
સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના.
તું કમળ 'ને જળની વચ્ચે શું જુએ છે?પારદર્શક ભીનું સગપણ દઈ દીધું છે.
ઓશીકું ભીનું થયું કેમ રુદન કીધા વગર,અમને દિલબર! તમે સપનામાં રડાવ્યા તો નથી?
તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?સંકેલો છો જે સ્વપ્ન, એ ભીનું તો નથી ને?
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.