ankhman wan, hathman ran dai didhun chhe - Ghazals | RekhtaGujarati

આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે

ankhman wan, hathman ran dai didhun chhe

શ્યામ સાધુ શ્યામ સાધુ
આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે
શ્યામ સાધુ

આંખમાં વન, હાથમાં રણ દઈ દીધું છે,

તેં દીવાનાને દર્પણ દઈ દીધું છે.

તું કમળ 'ને જળની વચ્ચે શું જુએ છે?

પારદર્શક ભીનું સગપણ દઈ દીધું છે.

પળના પડછાયાને પ્હેરું શી રીતે હું?

તેં જ્યાં હોવાનું પહેરણ દઈ દીધું છે.

તેં ઋતુના હાથમાં ફૂલો મૂક્યાં તો,

મેં ફૂલોને એનું વળગણ દઈ દીધું છે.

એક બીજું આભ આંજી આંખમાં તેં

કેટલા વિસ્મયનું કારણ દઈ દીધું છે!

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2