Famous Gujarati Ghazals on Diwanagi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દીવાનગી પર ગઝલો

આસક્તિ, ઘેલછા, પાગલપણું.

કોઈ પણ કઠણ કામ કે અસંભવ લાગતું કાર્ય અથાગ પ્રયાસો અને એકધારા પરિશ્રમ થકી સંભવ બની શકે છે. એ પ્રયાસોમાં જ્યારે ઘેલછા કે દીવાનગી ઉમેરાય ત્યારે એ પ્રયાસો વધુ સશક્ત બને છે, કેમકે પ્રયાસ કરનાર પોતાની આસક્તિને કારણે પોતાનું સમગ્ર જોર એ પ્રયાસોમાં લગાડી દે છે. બિહારના ગેહલૌર ગામના દશરથ માંઝીની પત્નીએ પ્રસૂતિ વેળા યોગ્ય સમયે દાક્તરી સારવાર ન મેળવતા જીવ ખોયો હતો. દાક્તરી સારવાર ન મળી શકવાનું કારણ માર્ગમાં મોટો પહાડ હતો, જેના કારણે સારવાર સુધી પહોંચવામાં ખૂબ વિલંબ થતો. પત્નીના આ કારણે થયેલા અવસાનથી ખિન્ન દશરથને ઘેલછા ઉપડી કે પહાડ કોરી રસ્તો બનાવવો જેથી ફરી કોઈએ આમ પ્રાણ ન ખોવા પડે. એકલા દશરથે હથોડા અને છીણીની મદદથી પહાડ કોરીને ૩૬૦ ફૂટ લાંબો, ૨૫ ફૂટ ઊંચો અને ૩૦ ફૂટ પહોળો રસ્તો બનાવ્યો હતો. દીવાનગી માણસ પાસે શું શું કરાવી શકે એનું આ વાસ્તવિક ઉદાહરણ છે. આવી દીવાનગી જીવન અને સાહિત્યમાં અદ્ભુત ચમત્કાર સર્જી શકે છે. સાહિત્યમાં આવી દીવાનગીના ઉદાહરણ શોધવા અઘરા નથી. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા ‘પૃથ્વી વલ્લભ’નો નાયક માલવપતિ મુંજ પરાજિત અવસ્થામાં પણ જે નિર્ભીકતાથી વિજેતા રાજાની બહેન મૃણાલવતીને ચાહે છે એ દીવાનગીનું રસિક ઉદાહરણ છે. એન રેન્ડ લિખિત અમેરિકી નવલકથા ‘ફાઉન્ટન હેડ’નો આર્કિટેક નાયક હાવર્ડ રોઆર્ક જ્યારે પરંપરાથી વિરુદ્ધ પોતાની સૂઝ અનુસારની જ ઇમારતો બાંધીશ એમ નક્કી કરે છે અને એમ કરવા એ આવક ગુમાવતાં મજૂર સુદ્ધાં બનવા તૈયાર થઈ જાય છે ત્યારે એની દીવાનગી અધોરેખિત થાય છે. પ્રજા વત્સલ રાજ્ય સિદ્ધરાજની તળાવ બાંધવા આવેલ જસમા પરની આસક્તિ દીવાનગીની માઝા મૂકી દે છે, આખરે વિવશ જસમા તળાવ નિર્જળ રહેશે એવો શ્રાપ આપી આત્મવિલોપન કરે છે. આમ, દીવાનગી એક મહાગાથાની સંભાવના ધરાવે છે.

.....વધુ વાંચો