toran je utaro chho, e lilun to nathi ne? - Ghazals | RekhtaGujarati

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?

toran je utaro chho, e lilun to nathi ne?

વિવેક કાણે વિવેક કાણે
તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?
વિવેક કાણે

તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથી ને?

સંકેલો છો જે સ્વપ્ન, એ ભીનું તો નથી ને?

આ મોડસઑપરેન્ડી તો એની જ છે નક્કી

હથિયાર કતલનું જુઓ પીછું તો નથી ને?

સરખું છે અમારું, કે તમારું, કે બધાનું

દુઃખોનું તપાસો, કોઈ બીબું તો નથી ને?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્ન નિરંતર

પલકોની પછીતે કોઈ ખિસ્સું તો નથી ને?

જન્મ્યા, અને જીવ્યા, ને પછી મોતને ભેટ્યા

આયુષ્ય ‘સહજ’, એટલું સીધું તો નથી ને?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ