રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅભાવ પર ગઝલો
કોઈક વસ્તુ કે વ્યક્તિની
ખોટ સાલવી. વિયોગ કે વિરહની કૃતિઓમાં અભાવ તત્ત્વનું ભરપૂર વર્ણન હોવાનું. હરીન્દ્ર દવેની નવલકથા ‘માધવ ક્યાંય નથી’માં મથુરામાં કૃષ્ણના રાજ્યાભિષેક બાદ ગોકુળમાં એમનો અભાવ કઈ રીતે વ્યાપ્ત છે એ જ વિષય છે. આ જ શીર્ષકના હરીન્દ્ર દવેના ગીતમાં પણ આ જ વિષય છે. અભાવ વ્યક્તિ કે વસ્તુનો જ નથી હોતો, બલકે કોઈ એક વૃત્તિ કે ભાવનો પણ હોઈ શકે જે સાહિત્યનો વિષય બની જાય. ગુલાબદાસ બ્રોકરની વાર્તામાં નાયકમાં અંધારી રાતે વહેમવાળી જગ્યાએથી પસાર થવા આવશ્યક હિંમતનો અભાવ છે અને એ અભાવ એની કુંઠાઓમાંથી નિપજ્યો છે જે વાર્તાનું હાર્દ છે.