રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમ-ત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.
એ રાત હતી ખામોશ અને માટીનું અત્તર લાવી'તી,
મેડીમાં દીપક જલતો'તો, એ દીપક નહિ પણ પ્યાર હતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી'તી,
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.
ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?
નાદાન તમન્ના હસતી'તી ને તડપનનો તહેવાર હતો.
જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.
આ દિલ પોતાને ડંખી-ડંખી હાય રે ચટકા ભરતું'તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો!
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતની અદબ, કુદરતનો કારોબાર હતો.
ઊર્મિનું કબૂતર બેઠું'તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવનસ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.
ભરતી ને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો;
મન ભીનું-ભીનું જલતું'તું, એ આતશનો આધાર હતો.
e raat hati khamosh, ashaDhi albelo andhar hato,
tamranni tram tram waniman kani payalno jhankar hato
e raat hati khamosh ane matinun attar lawiti,
meDiman dipak jaltoto, e dipak nahi pan pyar hato
jal warsine thakel gaganman sust gulabi ramatiti,
dhartino pat mastan, mulayam, shital ne kunjar hato
khute te kem wikhuto rasto, ekaldokal rahino?
nadan tamanna hastiti ne taDapanno tahewar hato
jyan koi wasi ja shake nahi, pan jyan awaranwar sangram thata,
be sarahadni wachcheno tukDo ewo aa awtar hato
a dil potane Dankhi Dankhi hay re chatka bhartuntun,
e chumbanthi chandarwo aakho kewo buttadar hato!
masum hawana misraoman kephi udasi chhai hati,
kudaratni ada, kudaratni adab, kudaratno karobar hato
urminun kabutar bethuntun nij gabharu dard chhupawine,
ankhoman jiwnaswapn hatan, pankhoman jiwanbhar hato
bharti ne ot kinare bhamtan, pan hun to majhdhar hato;
man bhinun bhinun jaltuntun, e atashno adhar hato

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 217)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4