Famous Gujarati Ghazals on Nashvarta | RekhtaGujarati

નશ્વરતા પર ગઝલો

નશ્વરતા એટલે નશ્વર તત્ત્વ

હોવું. નશ્વર એટલે નાશવંત. પ્રકૃતિમાં બે પ્રકારના પદાર્થ હોય છે. શાશ્વત અને નાશવંત. શાશ્વત એટલે જે સદૈવ, હંમેશાં રહે છે–કોઈ પણ સ્થિતિ કે સ્થિતિનો પલટો જેને ડગાવી શકતો નથી. જેમકે સૂર્ય, ચંદ્ર કે સાગર. નદી કદાચ સુકાઈ જાય પણ સમુદ્ર સુકાઈને નાશ નથી પામતો. હવા અને પાણી શાશ્વત છે. નાશવંત એટલે જેનો નાશ નિશ્ચિત છે. જે મનુષ્યસહિત દરેક સજીવ સૃષ્ટિ માટે કહી શકાય. જેનામાં જીવ છે એનું મરણ નિર્ધારિત છે. આમ, જેનો અંત નિર્ધારિત છે એને ‘નાશવંત’ કે ‘નશ્વર’ કહે છે. સાહિત્ય માટે નશ્વરતા એક ભવ્ય વિષય બને છે, કેમકે આ નશ્વરતાને કોઈ સામાજિક કે રાજકીય કે આર્થિક મોભાનો રૂઆબ આડે નથી આવતો. વ્યક્તિ ગમે એટલી સત્તાશાળી હોય, એનો દેહ કે એના પ્રાણ નશ્વર હોય છે. કોઈ પણ પાત્રની કાયમી વિદાય કથા અને પરિસ્થિતિના વળાંક માટે સજ્જડ કારણ બની શકે. સુંદરમની ‘માજા વેલાનું મૃત્યુ’, ચુનીલાલ મડિયાની ‘વાની મારી કોયલ’, ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’, જયંત ખત્રીની ‘અમે બુદ્ધિમાનો’ વાર્તાઓમાં શરીરની નશ્વરતા કૃતિમાં સૃજનાત્મક પરિમાણ રજૂ કરે છે.

.....વધુ વાંચો