taleti sudhi chaal gajhal - Ghazals | RekhtaGujarati

તળેટી સુધી ચાલ ગઝલ

taleti sudhi chaal gajhal

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
તળેટી સુધી ચાલ ગઝલ
રાજેન્દ્ર શુક્લ

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,

દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ* હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,

દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,

દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા સો આછો બોજ હશે,

દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,

દેખાય, ન દેખાય ભલે, બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,

દેખાય, ન દેખાય, ભલે, બાજુમાં મનોજ હશે.

*મિત્રકવિ મનોજ ખંડેરિયા

સ્રોત

  • પુસ્તક : ગઝલ સંહિતા (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • પ્રકાશક : સહૃદય પ્રકાશન
  • વર્ષ : 2005