સૌથી વધુ સંબંધિત પરિણામ
એક આંગન, દો ઘર
રશીદા રડી પડી. નિમ્રીત હબકી ગઈ. હમીદભૈયા એવું કરે! હા, એવું જ કરે. હેવાનિયતના કેવા પ્રસંગોની એ સાક્ષી બની હતી! સાંભળ્યા હતા, વાંચ્યા હતા! કાળની એક પ્રબળ વેગભરી આંધીમાં બન્ને સહેલીઓ ભૂતકાળમાં જોરથી ફંગોળાઈ ગઈ, બે ઘર એક આંગણામાં. જ્યાં જિંદગી નાનકડા ઝરણાની કલબલ વહેતી હતી. કોને ત્યાં ઈદ અને કોને ત્યાં તીજડીનો તહેવાર એની ખબર ન પડતી.
પણ એ દિવસે પલકમાત્રમાં જાતિનાં, ધર્મનાં વાઘા કોઈએ પહેરાવી દીધા.
- વર્ષા અડાલજા
- નવલિકા
