લાલ લીલો જાંબલી પીળો ગુલાબી કેસરી ધોળો મજીઠી આસમાની – કંઈ નથી;માત્ર કાળા રંગ પર છે આપણો હક્ક; લાઇટ્સ ઑફ!
માંડવો બંધાય એવું સ્થળ નથીલાલ સાફો ક્યારનો ઊભો જ છે
પૂછું છું બારને – બારીને – ભીંતને લાલ નળિયાં – છજાં – ને વળી ગોખને-
આજે સૂરજ લાલ લથપથ થઈ બુઝાયો છે ‘રઈશ’,આજના અંધારનું મોં કાળું હોવું જોઈએ
બે આંખ લાલ થઈ ન થઈ ત્યાં રડી પડી,'કિસ્મત'ની લાગણીને વીફરતાં ન આવડ્યું.
લાલ બત્તીમાં મને ઑન કરે સાંજ ઢળેમોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને.
કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઉગામી જો,પછી તારે નહીં લેવી પડે શમશીર મુઠ્ઠીમાં.
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.