સોંસરવું કોઈ તીર હજી પણ જતું નથી,હું મત્સ્ય છું ને કોઈ મને વીંધતું નથી.
એક જ દશાનાં દૃશ્ય બે આંખોને તીર છે,એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.
મારી ભીનાશ એક દિવસ રંગ લાવશેછૂટી જઈશ મેઘધનુષ્યોનાં તીર જેમ
ઘટના બની તમસા નદીના તીર પરહું શ્લોકનો અવતાર છું – તું કોણ છે
આભમાં શુ તાકવાનું નિષ્પલક ?તીર કોઇ તાકવાની વાત કર
એજ અંગૂઠો ફરી ઊગી ગયો!તીર તાક્યાં છે તસોતસ આપણે.
નકી તુજને તારાં નજર-તીર તાતાં,ફરજ પાડવાનાં નિશાં તાકવાની;
પાપ-પૂણ્યોની મૂલવણી કાં કરું?તીર, દશરથ ને સરોવર હોઉં છું
ક્યાં હતો અણસાર અમને સૂર્યની તાકાતનોતીર તરણાંનાં બનાવી રજકણે ઊભા રહ્યાં
લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીરએ જ શત્રુના ભાથે ઉમેરાય છે
ને હજારોનાં હજારો સામટાં હરણાં સજનવાતીર અડતાં થઈ ગયાં કેવાં હરિતવરણાં સજનવા
‘રઈશ' આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
આ નજર, આ પાંપણોની ધાર મારી નાખશે!આપનાં આ તીર ને તલવાર મારી નાખશે!
હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું,શું થશે, જો આ પ્રતીક્ષા-મૃગ માયાવી હશે!
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.