hun shabdno shangaar chhun - tun kon chhe - Ghazals | RekhtaGujarati

હું શબ્દનો શણગાર છું – તું કોણ છે

hun shabdno shangaar chhun - tun kon chhe

જયન્ત વસોયા જયન્ત વસોયા
હું શબ્દનો શણગાર છું – તું કોણ છે
જયન્ત વસોયા

હું શબ્દનો શણગાર છું – તું કોણ છે

હું અર્થનો અણસાર છું – તું કોણ છે

ઘટના બની તમસા નદીના તીર પર

હું શ્લોકનો અવતાર છું – તું કોણ છે

આ દર્પણોને હું કહું તો શું કહું

હું બિંબ છું પડકાર છું – તું કોણ છે

તું થઈ શકે તો આ અવાજો મ્યાન કર

હું મૌનની તલવાર છું – તું કોણ છે

હોવા પછીનો અર્થ તો જે હોય તે

હું શ્વાસનો હકદાર છું – તું કોણ છે?

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ