કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
kinarao alag rahine jharanne jiwatun rakhe
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.
સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.
કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.
અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ—
પ્રયાસો વિસ્તરણના ખુદ સ્મરણને જીવતું રાખે.
‘રઈશ' આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.
kinarao alag rahine jharanne jiwatun rakhe;
alagta aapni em ja smaranne jiwatun rakhe
talawo mrigajlona jem ranne jiwatun rakhe,
bas em ja swapn tarun ek janne jiwatun rakhe
samayna suryanun chale to salgawi muke saghalun,
wythanan wadlo watawaranne jiwatun rakhe
kaho, ewi hayatine koi takliph shun aape?
je andarthi mari jai awaranne jiwatun rakhe
anayase to jiwanman badhun bhuli ja jaiye, pan—
pryaso wistaranna khud smaranne jiwatun rakhe
‘raish aa dosto tara adhura chhe shikario,
khumpawi teer je aDadhun, haranne jiwatun rakhe

સ્રોત
- પુસ્તક : શબ્દ મારા સ્વભાવમાં જ નથી (પૃષ્ઠ ક્રમાંક 2)
- સર્જક : રઈશ મનીઆર
- પ્રકાશક : વિશાલ પ્રકાશન
- વર્ષ : 1998