સૌથી વધુ સંબંધિત પરિણામ
રાખવું સાથે સંબંધિત પરિણામ
અન્ય પરિણામો
મિસિસ શાહની એક બપોર
મિસ પલ્લવી ગભરાઈ ગઈ, ઝટ ઝટ પેલા સ્થૂલ શરીરમાં પાછી ફરી. મિસિસ શાહનું વ્યક્તિત્વ પહેરી લીધું. મિસ પલ્લવી, મિસિસ શાહ બની ગઈ — ટપાલીની એક જ બૂમે. પોતે મિસિસ શાહ છે એ યાદ રાખવું પડ્યું.
ઊંધી હથેળીએ સહેજ ભીની થયેલી આંખો લૂછી કાઢતાં મિસિસ શાહે સ્લીપર પહેરવા પલંગ પરથી નીચે પગ લબડાવ્યા.
- વિજય શાસ્ત્રી
- નવલિકા
લીલ
એક વાર રિસેસમાં હું બેંચ પર માથું ઢાળીને બેઠેલી. તમે અચાનક આવ્યા. ઘડીક એમ જ બેઠા રહ્યા, પછી અણધાર્યું પૂછ્યું, ‘કેમ આજકાલ બૌવ દાંત આવે છે?’ હું આ સવાલથી થોડી ડઘાઈ ગઈ. મેં કહ્યું, ‘બધાં તમારા દાંત કાઢે છે!’
‘પણ, આ બૌવ સારું નંઈ, શરૂઆત તમે કરેલી ને! આ તો તમે છોકરી છો એટલે. બાકી અમરેલીમાં મેં કાઠી બોર્ડિંગના છોકરાઓને પટ્ટે ને પટ્ટે .મારેલા છે.’ મને ગુસ્સો આવ્યો, ‘એમ તો મારો ભાઈ પણ ચાર રસ્તાનો દાદો છે, એવું અભિમાન ન રાખવું!’
- કિરીટ દૂધાત
- નવલિકા
કૂકડે...કૂક
અકાફીએ વાર્તા પૂરી કરી. એટલે ટીલુબહેને ભંજુભાઈના કાનમાં કહ્યું કે, ‘તે દિવસનું નામ કૂકડવાર રાખવું જોઈતું હતું. કૂકડવાર. કૂકડે...કૂક.’
પછી ભંજુભાઈએ ટીલુબહેનને કાનમાં કહ્યું કે, ‘કાલે કૂકડવાર છે. મારી મમ્મી પૂરણપોળી બનાવવાની છે. એટલે તું મારે ઘરે જમવા આવજે. કૂકડે...કૂક...’
- રક્ષા દવે
- બાળવાર્તા
જમીનદારનું વીલ
“જો બેટા! છાશનું દાન કોણ કરે એ ખબર છે? જેને ઘરે ગાયો-ભેંસો હોય તેને ત્યાં દૂધ-દહીં પુષ્કળ હોય એટલે રોજેરોજ માખણ નીકળે તેની છાશ તો કેટલી બધી હોય! કુટુંબના વપરાશ પછી પણ વધે. તે વધેલી છાશ ગરીબગુરબાને દાનમાં આપી દેવી. તેમનું કામ થાય અને તમારે હાથે દાન થાય.”
“અમે તો આવું કશું સમજ્યા જ નહોતા.” નાનો દીકરો બોલી ઊઠ્યો મતલબ કે ઘરમાં દૂઝણું રાખવું.”
- અરુણિકા દરૂ
- બાળવાર્તા
