મુસાફર તો વિખૂટા થાય છે ક્યારેક મંઝિલથી,એ મંઝિલનું શું કહેવું જે વિખૂટી થઈ મુસાફરથી.
મુસાફર થવાનું પ્રલોભન થશે,આ રસ્તાઓ એવા ચમકદાર છે
છે એક જ સમંદર, થયું એટલે શું?જુદા છે મુસાફર જહાજે જહાજે.
જે તારા જ પંથે ફક્ત બેસી રહેતે,અમે તેને સાચો મુસાફર સમજતે.
આ નગરનાં વૃક્ષ મારી લાગણી છે,પાન અમથું તોડતો મા, ઓ મુસાફર!
મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.
નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો!
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.