koi pan tarikh jewo - Ghazals | RekhtaGujarati

કોઈ પણ તારીખ જેવો....

koi pan tarikh jewo

જયેન્દ્ર શેખડીવાળા જયેન્દ્ર શેખડીવાળા
કોઈ પણ તારીખ જેવો....
જયેન્દ્ર શેખડીવાળા

કોઈ પણ તારીખ જેવા હું અવાંતર,

યા સમયનું માનવી નામે રૂપાંતર,

દોસ્ત! મારા નામને ચ્હેરો નથી, ને

દર્પણો થઈને ઊભા સાતે સમંદર.

ઓગળ્યો છું હું સતત એવી ક્ષણોમાં

જે ક્ષણો પામી કવિતામાં સ્થળાંતર.

વિષાદી વાદળોના પૂરમાં હું

ખૂબ તણાયો છું સમજ, મારી અંદર.

નગરનાં વૃક્ષ મારી લાગણી છે,

પાન અમથું તોડતો મા, મુસાફર!

છો ભવોભવ શ્વાસ સંબંધી અમારા

કોક દિ' એનેય છોડીશું સદંતર.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 162)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981