રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા;
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર;
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ;
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ' હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.
judi jindgi chhe mijaje mijaje;
judi bandagi chhe namaje namaje
chhe ek ja samandar, thayun etle shun?
juda chhe musaphar jahaje jahaje
bhale hoy ek ja e antarthi waheta;
chhe suro judera riyaje riyaje
juda arth chhe shabdna bolwa par;
chhe shabdoy juda awaje awaje
jiwan jem judan chhe kayaman judi,
chhe mrityuy judan janaje janaje
hathi jay ghunghat, Dhali jay ghunghat;
judi preet jage malaje malaje
tame kem ‘gaphil hajiye chho gaphil ?
juo, badle duniya takaje takaje
judi jindgi chhe mijaje mijaje;
judi bandagi chhe namaje namaje
chhe ek ja samandar, thayun etle shun?
juda chhe musaphar jahaje jahaje
bhale hoy ek ja e antarthi waheta;
chhe suro judera riyaje riyaje
juda arth chhe shabdna bolwa par;
chhe shabdoy juda awaje awaje
jiwan jem judan chhe kayaman judi,
chhe mrityuy judan janaje janaje
hathi jay ghunghat, Dhali jay ghunghat;
judi preet jage malaje malaje
tame kem ‘gaphil hajiye chho gaphil ?
juo, badle duniya takaje takaje
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 100)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004