રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનમાજ પર ગઝલો
ઈશ્વરને પ્રાર્થના કરવી.
દરેક ધર્મમાં ઈશ્વરને પ્રાર્થના કરવા બાબત ભિન્ન પ્રકારની રીત, પરંપરા અને પદ્ધતિ છે. નમાજ ઇસ્લામ ધર્મની પ્રાર્થનાની રીત છે. ઇસ્લામમાં પ્રાર્થનાને ‘ઇબાદત’ કહે છે અને આ ઇબાદત કઈ રીતે કરવી એની સ્પષ્ટ માર્ગદર્શિકા છે જેને ‘નમાજ’ કહે છે. નમાજ માટેના નિયમો છે. પ્રાર્થના કરવાને ઇસ્લામમાં ‘નમાજ પઢવું’ કહે છે. નમાજ પઢવાની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. નમાજ પઢનાર પવિત્ર થઈ – એટલે જરૂર હોય તો નહાઈને, નહીં તો હાથ મોં ધોઈને પઢે એ જરૂરી છે. આમ હાથ, પગ અને મોંને ધોવું ઇસ્લામમાં ‘વજુ કરવું’ કહેવાય છે. નમાજ પઢનારના કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ. ઇસ્લામ ધર્મનું પવિત્ર ધર્મસ્થાનક કિબ્લા છે જે મક્કા શહેરમાં છે. પઢનારે કિબ્લાની દિશામાં મોં રાખી નમાજ પઢવાની હોય છે. આ દિશા ભારતવાસીઓ માટે પશ્ચિમ તરફ પડે છે. નમાજ દિવસના પાંચ વાર પઢવાની હોય છે અને આ પાંચે સમય નક્કી છે તેમજ દરેક સમયની નમાજનું એક અલાયદું નામ છે. નમાજ પઢવા માટે કઈ રીતે બેસવું, ક્યારે ઊભા થવું અને મોં કઈ રીતે ડાબે જમણે ફેરવવું એના પણ ચોક્કસ નિયમો છે. આ તો થઈ નમાજની ઔપચારિક ઓળખ. મહત્ત્વની વાત નમાજ સાથે સંકળાયેલી છે તે એ કે દિવસમાં પાંચ વાર ભગવાનને પ્રાર્થના કરવાથી માણસ અહંકાર કે કુવિચારથી બચી શકે, કેમકે દર બે કલાકે ભગવાનને સ્મરવાના હોય તો માણસ સભાન રહે. આ તત્ત્વ માનવજીવન માટે એક બહુ મોટી બાબત છે. માટે ઇસ્લામનું અનુસરણ કરનાર વ્યક્તિ કે ઇસ્લામ પાળનારનું સાહિત્યમાં નમાજનું ચોક્કસ સ્થાન છે.