Famous Gujarati Ghazals on Bandagi | RekhtaGujarati

બંદગી પર ગઝલો

પ્રાર્થના માટે ઇસ્લામ

સંસ્કૃતિમાં ‘બંદગી’ શબ્દ છે. ઇબાદતનો પણ એ જ અર્થ થાય છે. આ બંને ઉર્દૂ શબ્દ છે. સાહિત્યકૃતિઓમાં મુસ્લિમ પાર્શ્વભૂ હોય કે પાત્ર મુસ્લિમ હોય ત્યારે ‘બંદગી’ શબ્દનો ઉપયોગ સ્વાભાવિક છે. કાવ્યોની વાત કરીએ તો બંદગી કે અન્ય અનેક ઉર્દૂ શબ્દો ગઝલમાં સહજ છે, કેમકે, મૂળે ગઝલ કાવ્યપ્રકાર જ ઉર્દૂ ભાષામાંથી ગુજરાતીમાં આવ્યો છે. તેથી બોલચાલમાં ન હોય એવા ઉર્દૂ શબ્દ પણ ગઝલમાં સ્થાપિત થઈ ચૂક્યા છે. કેટલાંક ઉદાહરણ : ભિખારી : આ હાથ જે સામે ધર્યો એ હાથને ઘડનારનો પણ હાથ એના જેટલો લાચાર ને પામર ઠર્યો, ત્યાં કોણ કોને આપશે રે સાથ? કરશે કોણ કોની બંદગી? આ વણહસ્યે ગુજરી ગઈ છે જિંદગી, (પાત્રો / નિરંજન ભગત) ** કહી દે ધર્મગુરુઓને કે હવે બંધ કરે પ્રવચન, કોઈ સાંભળતું નથી નક્કી આજે પૃથ્વીનો વિનાશ હોવો જોઈએ. કહી દે મૌલવીઓને ય, હવે બંધ કરે બંદગી, કોઈ સાંભળતું નથી નક્કી આજે કયામતનો દિવસ હોવો જોઈએ. (કહી દે ધર્મગુરુઓને / સુરેશ બારિયા) ** જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે. (નમાજે નમાજે / મનુભાઈ ત્રિવેદી)

.....વધુ વાંચો