ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવુંઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.
મળવું હો તો આનાકાની નહિ કરવાની,આમ મહોબત છાનીમાની નહિ કરવાની.
એક બસ ઇચ્છા હતી મળવું તને,હર પળે હરએકને મળવું પડ્યું.
મારા ગુનાને લીધે અલગ તો કરી દીધા,મળવું સખીના વાંક વગર છીનવી લીધું.
આંખથી એની આંખનું મળવુંફનાગીરીના શ્રી સવા જેવું
જો મળવું હોય તો ‘બેફામ’ની કબર પર જા,હવે એ રખડુ નથી કે તને બધે જ મળે.
આપણું મળવું કાયમ અધૂરું હશે,આ તરફ પૂર્ણ ને તે તરફ તું હતી.
પૂર્વમાં પ્રજળે પીડા દક્ષિણમાં દાવાનળ સજનવામળવું હો તો આ દિશાચક્રોની બાહર મળ સજનવા
'દિલદાર'ને જ મળવું છે મળશે જ દિલ મહીં,ઘરઘર કરી તપાસ પણ ઘરઘર મળ્યાં નહીં.
આ ઉપરની સ્વસ્થતા સૌને હસી મળવું સદા,ને ઊભા અંદરથી વિહ્વળ ક્યાંક તું ને ક્યાંક હું.
ઈશ્વર સ્મરણ માટેની એક નાની માળા. જે 108 મણકાની હોતી નથી.