aa taraph satya ne te taraph tun hati - Ghazals | RekhtaGujarati

આ તરફ સત્ય ને તે તરફ તું હતી

aa taraph satya ne te taraph tun hati

ધ્વનિલ પારેખ ધ્વનિલ પારેખ
આ તરફ સત્ય ને તે તરફ તું હતી
ધ્વનિલ પારેખ

આ તરફ સત્ય ને તે તરફ તું હતી,

આ તરફ પ્રશ્ન ને તે તરફ તું હતી.

તેજ પથરાયું કોનું આ પૃથ્વી ઉપર?

આ તરફ સૂર્ય ને તે તરફ તું હતી.

એવી ક્ષણ આવી’તી જિંદગીમાં પ્રિયે,

આ તરફ વિશ્વ ને તે તરફ તું હતી.

આપણું મળવું કાયમ અધૂરું હશે,

આ તરફ પૂર્ણ ને તે તરફ તું હતી.

કોણ સમજાવશે અર્થ આ શબ્દનો?

આ તરફ અર્થ ને તે તરફ તું હતી.

સ્રોત

  • પુસ્તક : અજવાસનાં વર્તુળ (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : ધ્વનિલ પારેખ
  • પ્રકાશક : સાહિત્ય સંગમ
  • વર્ષ : 2021