chhewte jate ja jhalahalawun paDyun - Ghazals | RekhtaGujarati

છેવટે જાતે જ ઝળહળવું પડ્યું

chhewte jate ja jhalahalawun paDyun

રાજેશ વ્યાસ 'મિસ્કીન' રાજેશ વ્યાસ 'મિસ્કીન'
છેવટે જાતે જ ઝળહળવું પડ્યું
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

છેવટે જાતે જ ઝળહળવું પડ્યું.

કોચલું તોડીને નીકળવું પડ્યું.

કૂલડી ખાતર સતત દળવું પડ્યું,

લાગણીને આમ નિષ્ફળવું પડ્યું.

એક બસ ઇચ્છા હતી મળવું તને,

હર પળે હરએકને મળવું પડ્યું.

એ જ દરવખતે થયું દુઃખ આશને,

દરવખત મેરુ બની ચળવું પડ્યું.

દોસ્ત કલ્પી જો આ લાચારી વિશે,

એક ગમતા નામને ગળવું પડ્યું.

સ્રોત

  • પુસ્તક : બેસ્ટ ઑફ મિસ્કીન (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2013