tari mahephilthi uthwa jewun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારી મહેફિલથી ઊઠવા જેવું

tari mahephilthi uthwa jewun

અદમ ટંકારવી અદમ ટંકારવી
તારી મહેફિલથી ઊઠવા જેવું
અદમ ટંકારવી

તારી મહેફિલથી ઊઠવા જેવું

બે તૃતીયાંશ જીવવા જેવું

બાદશાહતને ઠોકરે મારી

પદ વિદૂષકનું પામવા જેવું

આંખથી એની આંખનું મળવું

ફનાગીરીના શ્રી સવા જેવું

એક સાંધું ને તેર તૂટે

વસ્ત્ર ક્યાં છે સીવવા જેવું

અક્ષરોને બગાસવાનું મન

શબ્દને થાય છીંકવા જેવું

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997